*પિતા*

~પિતા~

પિતા મારા હવે થયા છે ઘરડાં..
ગયાં દાંત લડતાં ઝઘડતાં..
છતાં બોખલાં મોંઢે ચટાકા છે ઘણાં ઊંચા…
સહુ લાડપ્યારથી જમાડીએ
તોયે કરતાં બચપણ વેડાં..
બચપણમાં જમતાં વેરતાં,
પણ ઘડપણમાં
થોડું વેરાય જમતાં જમતાં?
પણ તોયે વારીએ હસતાં હસતાં.. એમની
ટેકણલાકડી થઈને
વૃધ્ધાવસ્થાને રાખીએ સારવારભરી સરભરા..
પેશાબપાણી ભાન ભૂલીને
ભલે કરતાં ભીની પથારી,
કરશું સહુ સાથે મળીને પિતાની સેવા ચાકરી..
આશિષનાં મેવા પામવાની મહામૂલી છે
આ મૂડી.. આપણાં ઘરડાં માવતર..
કદીય ન કરશું હાલત ભૂંડી
વડીલ માતપિતાની…
લાડપ્યારથી રમાડી પિતાની,
અનુભવી ક્ષણોને હું ચગરું…
એમનું જ વાવેલું લણી લઉં છું,
કર્મો જ છે મારી કસ્તૂરી..
અનમોલ એવા માતાપિતા પાસે બેસી,
મીઠાં બોલ બે બોલવાની,
સુંદર મળી છે ક્ષણ..
એમને હાલરડાં ગાઈ સુવડાવું..
લ્યો આવ્યો આ દાંત વગરનો બુઢાપો,
એમને હવે નથી સહેવાતો..
બાળક સમજી કરીએ એમનું
લાલનપાલન બચપણ તણું..
પિતા ઘરની સાખ છે…
હું તો ફક્ત એમના ઘરનો એક ઉંબરો…
✍🏻
@રુહાના.! આરતીસોની
અમદાવાદ

Leave a comment